AAP નેતા સૌરભ ભારદ્વાજનો દાવો, ગુપ્ત કોડ દ્વારા EVMમાં થઈ શકે છે છેડછાડ

Header Banner

AAP નેતા સૌરભ ભારદ્વાજનો દાવો, ગુપ્ત કોડ દ્વારા EVMમાં થઈ શકે છે છેડછાડ

  Wed May 10, 2017 16:04        Gujarati

આમ આદમી પાર્ટીમાંથી સસ્પેન્ડ થયેલા નેતા કપિલ મિશ્રા તરફથી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર લગાયેલા સનસનીખેઝ આરોપો બાદ આજે દિલ્હી વિધાનસભાનું એક વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. આ સત્ર પર બધાની નજર હતી અને એવી આશા હતી કે પોતાના પર લાગેલા આરોપો અંગે કેજરીવાલ સદનમાં જવાબ આપશે. પરંતુ સદન શરૂ થતા જ આમ આદમી પાર્ટીએ ભ્રષ્ટાચાર પર ચર્ચાની જગ્યાએ ઈવીએમમાં છેડછાડનો મુદ્દો ઉઠાવી દીધો. આ અગાઉ સદનની શરૂઆત થતા જ ભાજપ સભા મોકૂફીના પ્રસ્તાવ પર અડગ રહ્યું જેને સ્પીકર રામનિવાસ ગોયલે નામંજૂર કર્યો. સ્પીકરે કહ્યું કે સદન નિયમ મુજબ ચાલશે. આ દરમિયાન નેતા અલ્કા લાંબાએ સદનમાં ઈવીએમમાં ગડબડીનો મુદ્દો ઉઠાવ્યો હતો. ભાજપના વિધાયક વિજેન્દ્ર ગુપ્તા સતત બોલતા રહ્યાં, ત્યારબાદ સ્પીકરે સદનની કાર્યવાહી દરમિયાન માર્શલોને બોલાવીને ગુપ્તાને સદનમાંથી બહાર કરાવ્યાં હતાં.

AAP નેતા સૌરભ ભારદ્વાજનો દાવો, ગુપ્ત કોડ દ્વારા EVMમાં થઈ શકે છે છેડછાડ

આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે અમે વિધાનસભામાં સાબિત કર્યું કે ઈવીએમમાં ગડબડી થઈ શકે છે. નેતા સૌરભ ભારદ્વાજે એક ઈવીએમ ટાઈપ મશીનની લાઈવ ટેમ્પરિંગનો લાઈવ ડેમો બતાવ્યો. આ અગાઉ અરવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે આજે સદનમાં દેશના મોટા ષડયંત્રનો પર્દાફાશ થશે. સૌરભ ભારદ્વાજે લાઈવ ડેમો બાદ કહ્યું કે આ રીતના ટેમ્પરિંગને પકડવી સરળ નથી. મેં ઈલેક્શન કમિશનની વેબસાઈટને જોઈ અને તેમના જવાબ વાંચ્યાં. જે રીતે ભિંડની અંદર મશીનની અંદર કોઈ પણ બટન દબાવો પણ ચિઠ્ઠી તો ભાજપની જ નીકળતી હતી.

સૌરભ ભારદ્વાજે ઈવીએમ જેવી મશીન દ્વારા દેખાડ્યું કે કેવી રીતે ઈવીએમની ટેમ્પરિંગ કરવામાં આવે છે. તેમણે જણાવ્યું કે જે પણ પાર્ટીને જીતાડવી હોય તેનો એક કોડ હોય છે અને તેનો ઉપયોગ થાય છે. તેમણે લાઈવ ડેમો આપ્યો. આ માટે એક ઈવીએમ જેવું જ મશીન લઈને તેઓ આવ્યા હતાં. તેમણે કહ્યું કે હું એક મશીન લાવ્યો છું જે બીલકુલ ઈવીએમ જેવું છે. આ એજ મશીન જેવું છે જે મશીનનું બટન દબાવીને લોકો ભારતના ભવિષ્યને પસંદ કરે છે.

AAP નેતા સૌરભ ભારદ્વાજનો દાવો, ગુપ્ત કોડ દ્વારા EVMમાં થઈ શકે છે છેડછાડ

 | 2:47 pm IST
  • 9888 Share
 
સદનમાંથી બહાર કાઢી મૂકાયેલા ભાજપ વિધાયક ધરણા પર બેઠા

ભાજપના વિધાયક વિજેન્દ્ર ગુપ્તાને આજે હોબાળા બાદ સદનમાંથી બહાર કાઢી મૂકાયા હતાં. સદનમાંથી બહાર કરાયા બાદ તેઓ દિલ્હી વિધાનસભાની બહાર ધરણા પર બેઠા છે. તેમણે ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા આપના વિધાયક સત્યેન્દ્ર જૈનની ધરપકડની માંગણી કરી છે.

આપ MLA અલકા લાંબાએ EVMમાં ગડબડીનો મુદ્દો ઉઠાવ્યો

આમ આદમી પાર્ટી તરફથી ચર્ચાની શરૂઆત આપ નેતા અલ્કા લાંબાએ કરી. અલ્કાએ કહ્યું કે જે પ્રદેશમાં ફ્રિઝમાં બીફ રાખવાના શકમાં એક વ્યક્તિની હત્યા થઈ જાય છે ત્યાં શું ઈવીએમ પર શક ન કરી શકાય? અલ્કાના જણાવ્યાં મુજબ ઈવીએમ ટેમ્પરિંગ મામલે આપ નેતાઓએ ત્રણવાર દિલ્હી ચૂંટણી પંચ પાસે જાણકારી માંગી પરંતુ હજુ સુધી કોઈ જાણકારી અપાઈ નથી. અલ્કાએ આરોપ લગાવ્યો કે તેમણે કહ્યું કે ચૂંટણી પંચ પાસે પોલિંગ બૂથથી વધારે EVM મશીન હોવા છતાં દિલ્હી નગર નિગમની ચૂંટણીઓમાં રાજસ્થાનથી મશીનો કેમ મંગાવવામાં આવી? અલ્કાએ એવો પણ આરોપ લગાવ્યો કે ઈવીએમની નિગરાણીમાં લગાવામાં આવેલા સીસીટીવી મશીનોને ડેમેજ કરીને ઈવીએમ જોડે છેડછાડ કરી ઉમેદવારોને જીતાડવામાં આવ્યાં.

ભાજપના MLAને સદનમાંથી બહાર કઢાયા

વિધાનસભા સ્પીકરે કાર્યવાહીની શરૂઆત કરતા જ સંકેત આપ્યા હતાં કે સદનમાં ઈવીએમના મુદ્દે ચર્ચા થવાની છે. સ્પીકરે કહ્યું કે મારી સામે જે વિષય આવ્યો છે તે ભારતના લોકતંત્ર સાથે જોડાયેલો છે અને સુપ્રીમ કોર્ટે પણ 2011માં આ મુદ્દે ચૂકાદો આપ્યો છે. જો કે ભાજપના સભ્યો કથિત રીતે થયેલા એકહજાર કરોડના કૌભાંડનો મુદ્દો ઉઠાવવા માંગતા હતાં. પરંતુ સ્પીકરે કહ્યું કે તેમણે આ મુદ્દે ચર્ચાની મંજૂરી આપી નથી. ભાજપના નેતા વિજેન્દ્ર ગુપ્તા કેટલાક દસ્તાવેજો સાથે વિધાનસભા પહોંચ્યા હતાં પરંતુ સ્પીકરે સદનમાં દસ્તાવેજો રજુ કરવાની મંજૂરી ન આપી એટલું જ નહીં તેમણે ભાજપનો સભા મોકૂફીનો પ્રસ્તાવ પણ ફગાવ્યો. સ્પીકરે ભાજપના સભ્યોને અનેકવાર વોર્નિંગ આપી. ત્યારબાદ વિજેન્દ્ર ગુપ્તાને માર્શલ્સ દ્વારા સદનમાંથી બહાર મોકલી દેવાયાં. ગુપ્તા પણ ત્યારબાદ શાંત ન બેઠા અને સદન બહાર જ ધરણા ઉપર બેસી ગયાં.

સત્યનો વિજય થશે: અંતે કેજરીવાલે મૌન તોડયું

આ અગાઉ આક્ષેપોનો સામનો કરી રહેલા દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે આખરે પોતાનું મૌન તોડયું હતું. આપ પાર્ટીના વિધાનસભ્ય કપિલ મિશ્રાએ તેમના પર કરેલા ભ્રષ્ટાચાર સંબંધી આક્ષેપોના મુદ્દે બે દિવસ સુધી ચાલતા રહેલા હાઇડ્રામા પછી કેજરીવાલે તેમના આલોચકોને ઉદ્દેશીને ટ્વિટ કરતાં લખ્યું હતું કે, ‘સત્યનો વિજય થશે. દિલ્હી વિધાનસભાનાં વિશેષ સત્રથી તેની શરૂઆત થશે.’ તેમણે એમ પણ કહ્યું હતું કે સદનમાં સૌરભ ભારદ્વાજ મોટા ષડયંત્રનો ખુલાસો કરશે. અરવિંદ કેજરીવાલ પર આરોપ લગાવનારા કપિલ મિશ્રા પણ સદનમાં હાજર છે.

ઉલ્લેખનીય છે કે કપિલ મિશ્રાએ અરવિંદ કેજરીવાલ પર 2 કરોડ રૂપિયાની લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે. શનિવારે કેબિનેટમાંથી હકાલપટ્ટી થયા બાદ કપિલ મિશ્રાએ રવિવારે અરવિંદ કેજરીવાલ પર આરોપ લગાવ્યાં હતાં. મિશ્રાએ એમ પણ કહ્યું હતું કે તેમણે પોતાની આંખ સામે કેજરીવાલને સત્યેન્દ્ર જૈન પાસેથી 2 કરોડ રૂપિયા લેતા જોયા છે. તેમણે આ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો તો તેમને મંત્રીમંડળમાંથી હાંકી કાઢવામાં આવ્યાં અને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા. જો કે પાર્ટીએ તેમના આરોપોને ફગાવ્યાં હતાં.

સત્ર પહેલા બેઠક

વિધાનસભાના વિશેષ સત્ર પહેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે આમ આદમી પાર્ટીના નેતાઓની એક બેઠક બોલાવવામાં આવી હતી. બેઠકમાં સામેલ થવા ડેપ્યુટી સીએમ મનિષ સિસોદીયા, સંજય સિંહ અને આશુતોષ કેજરીવાલના ઘરે પહોંચ્યાં હતાં. આમ આદમી પાર્ટીએ પોતાના વિધાયકોને વ્હીપ જારી કરીને વિધાનસભાના વિશેષ સત્રમાં હાજર રહેવા જણાવ્યું હતું.

sandesh

   AAP leader Saurabh Bhardwaj,claim, by secret code, can be blamed