કપિલની કેજરીવાલને ચેલેન્જ, મારી સામે કોઈ પણ સીટ પરથી ઈલેક્શન લડી બતાવો

Header Banner

કપિલની કેજરીવાલને ચેલેન્જ, મારી સામે કોઈ પણ સીટ પરથી ઈલેક્શન લડી બતાવો

  Wed May 10, 2017 16:02        Gujarati

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર 2 કરોડ રૂપિયાની લાંચ લેવાનો આરોપ લગાવનાર કપિલ મિશ્રા અને આમ આદમી પાર્ટી વચ્ચે ધમાસાન યુદ્ધ હજી પણ ચાલુ છે. કપિલ મિશ્રાએ મંગળવારે સવારે પ્રેસ કોન્ફરન્સ કરીને કેજરીવાલની વિરોધમાં પૂરતા સબૂત હોવાનો દાવો કર્યો હતો. મિશ્રાએ કહ્યું કે, તેઓ આ તમામ સબૂત સીબીઆઈને સોંપશે. ત્યા બીજી તરફ આ મામલે બેકફૂટ પર નજર આવી રહેલી કેજરીવાલ સરકારે સત્યની જીત થસે તેવી જાહેરાત કરીને વિધાનસભાનું એક દિવસનુ વિશેષ સત્ર બોલાવ્યુ છે.

કેજરીવાલને ઈલેક્શન લડવાની ચેલેન્જ આપી
કપિલ મિશ્રાએ કેજરીવાલને કહ્યું કે, મને કહેવામાં આવ્યું કે, મારી વિધાનસભા સદસ્યતા ખત્મ કરવાની કોશિષ કરી રહ્યા છે. હુ તમને ચેલેન્જ આપું છું, રાજીનામુ આપો અને દિલ્હીની કોઈ પણ સીટથી ઈલેક્શન લડો. કરાવલ નગર કે નવી દિલ્હી, કોઈ પણ સીટથી ઈલેક્શન લડી લો.

આમ આદમી પાર્ટીએ પહેલા જ બીજેપી પર પોતાના વિરોધમાં ષડયંત્ર રચવાનો આરોપ લગાવીને અને કપિલ મિશ્રા એપિસોડને પાર્ટી તોડવાનું ગંભીર ષડયંત્ર બતાવ્યુ છે. ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ મિશ્રા પર એક એવી વ્યક્તિ વિશે રાજનીતિ લગાવવાનો આરોપ લગાવ્યો, જે હવે આ દુનિયામા નથી. હકીકતમાં કેજરીવાલના સાઢુ સુરેન્દ્ર કુમાર બંસલની રવિવારે રાતે અચાનક તબિયત ખરાબ થવાથી મોત થઈ હતી. સોમવારે તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા. બંસલ એક કોન્ટ્રાક્ટર હતા અને તેમણે પીડબલ્યુડીના અનેક કામ કર્યા હતા. આવામાં આરોપ લાગ્યા હતા કે, કોન્ટ્રાક્ટ પર મળેલ કામ પૂરા થતા પહેલા જ તેમણે રૂપિયા આપી દીધા, જ્યારે કે દિલ્હી સરકાર આ આરોપોનો વિરોધ કરી રહી છે.

પહેલીવાર દિલ્હી વિધાનસભાનું સત્ર એવુ થશે, જેમાં સરકારને આ સેશનમાં દબાણનો સામનો કરવો પડશે. સરકારને પોતાના લોકોનો વિરોધનો સામનો કરવો પડશે.

સવારે સીબીઆઈ પાસે જશે કપિલ મિશ્રા
સોમવારે સાંજે મીડિયા સાથે વાત કર્યા બાદ કપિલ મિશ્રા પોતાના પરિવાર સાથે કરોલબાગના ઝંડેવાલાન મંદિર પહોંચ્યા હતા. મંદિરમાં દર્શન કર્યા બાદ તેમણે મીડિયા સાથે વાત કરી હતી. સસ્પેન્શન વિશે પૂછાયેલા સવાલ વિશે તેણે કહ્યું કે, જો હિંમત હોય તો તેમને પાર્ટીમાથી કાઢીને બતાવે. તેઓ મંગળવારે સવારે 11.30 કલાકે સીબીઆઈમાં ત્રણ એફઆઈઆર દાખલ કરવા જશે.

પહેલી એફઆઈઆર
કપિલે જણાવ્યુ કે, પહેલી એફઆઈઆર અરવિંદ કેજરીવાલ અને સત્યેન્દ્રની વચ્ચે થયેલી કેશ ડીલની વિરુધમાં કરશે

બીજી એફઆઈઆર
તેઓ બીજી એફઆઈઆર આ મામલે કરશે, કે કેવી રીતે સત્યેન્દ્ર જૈને અરવિંદ કેજરીવાલને તેમની સંબંધીઓની જમીન ડીલ કરવામાં મદદ કરી.

ત્રીજી એફઆઈઆર
કપિલે કહ્યું કે, ત્રીજી એફઆઈઆર આપ નેતાઓના વિદેશ ટુરને લઈને કરશે. સત્યેન્દ્ર જૈન, આશિષ ખેતાન, રાઘવ ચઢ્ઢા, સંજય સિંહ અને દુર્ગેશ પાઠકે વિદેશ ટુર પર અનેક રૂપિયા ખર્ચ કર્યાં છે.

sandesh

   Challenge Kejriwal to Kapil, fight against me in any seat