ઈતિહાસમાં પહેલીવાર કોઈ જજને 6 મહિનાની સજા, જસ્ટિસ કર્ણનને જેલ મોકલવાનો આદેશ

Header Banner

ઈતિહાસમાં પહેલીવાર કોઈ જજને 6 મહિનાની સજા, જસ્ટિસ કર્ણનને જેલ મોકલવાનો આદેશ

  Wed May 10, 2017 15:54        Gujarati

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા જેએસ ખેર અને સુપ્રિમ કોર્ટના જજોની વિરોધમાં બગાવતી તેવર અપનાવનારા કોલકાત્તાના હાઈકોર્ટ જજ જસ્ટિસ કર્ણન પર મોટી કાર્યવાહી કરાઈ છે. સુપ્રિમ કોર્ટે જસ્ટિસ કર્ણનને અદાલત, ન્યાયિક પ્રક્રિયા અને સમગ્ર ન્યાય વ્યવસ્થાનુ અવમાન કરવા દોષી માનીને છ મહિનાની સજા સંભળાવી છે. જસ્ટિસ કર્ણન ભારતીય જ્યુડિશયલ સિસ્ટમના ઈતિહાસમાં પહેલા એવા જજ હશે, જેમા પદ પર રહેવા દરમિયાન જેલ મોકલવાનો આદેશ કરાયો છે. સુપ્રિમ કોર્ટે એમ પણ કહ્યું કે, આ આદેશનું તરત જ પાલન થાય. સુપ્રિમ કોર્ટે જસ્ટિસ કર્ણનના નિવેદનોને મીડિયામાં પ્રકાશિત કરવા જવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે.

આ પહેલા જસ્ટિસ સી.એસ કર્ણને સોમવારે ભારતના ચીફ જસ્ટિસ અને સુપ્રિમ કોર્ટના 7 અન્ય જજોને 5 વર્ષના સશ્રમ કારાવાસની સજા સંભળાવી હતી. તેમણે શીર્ષ અદાલતના 7 જજોની બેન્ચના સદસ્યોના નામ લીધા, જેમાં ચીફ જસ્ટિસ ઉપરાંત જસ્ટીસ દીપક મિશ્રા, જસ્ટીસ જે ચેલમેશ્વર, જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ મદન બી લોકર, જસ્ટિસ પિનાકી ચંદ્ર ઘોષ અને જસ્ટિસ કુરિયન જોસેફ સામેલ છે.

ઉલ્લેખનીય છે કે, સુપ્રિમ કોર્ટમા આ બેન્ચે જસ્ટિસ કર્ણનના વિરોધમાં જાતે જ નોટિસ લેતા અવમાનની કાર્યવાહી શરૂ કરી હતી અને તેમના ન્યાયિક અને પ્રશાસનિક કામકાજ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ પહેલા 1 મેના રોજ સુપ્રિમ કોર્ટે સાત જજોની સંવિધાન પીઠે જસ્ટિસ કર્ણનની માનસિક તપાસ કરવા માટે મેડિકલ બોર્ડ બનાવવાના આદેશ આપ્યા હતા અને કહ્યું હતુ કે, કોલકાત્તાની સરકારી હોસ્પિટલનું મેડિકલ બોર્ડ ચાર મેના રોજ જસ્ટિસ કર્ણની તપાસ કરે. સુપ્રિમ કોર્ટે પશ્વિમ બંગાળના ડીજીપને મેડિકલ બોર્ડની મદદ માટે પોલીસ ટીમ બનાવવાનો આદેશ આપ્યો હતો. મેડિકલ બોર્ડે 8 મે સુધી રિપોર્ટ મોકલવાની હતી. પરંતુ જસ્ટિસ કર્ણને તપાસની ના પાડી હતી અને સાતેય જજોના વિરોધમાં બિનજમાનતી વોરેન્ટ જાહેર કરવાનો આદેશ કર્યો હતો.

31 માર્ચના રોજ સુપ્રિમ કોર્ટના ઈતિહાસમાં પહેલાીવાર હાઈકોર્ટના જજની સાથે 49 મિનીટ સુધી વિવાદ ચાલ્યો હતો. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ જસ્ટિસ કર્ણનના જવાબો પર એટલી હદ સુધી કહી દીધું હતું કે, જો તેઓ માનસિક રૂપે બીમાર હોય તો કોર્ટમાં મેડિકલ સર્ટીફિકેટ દાખલ કરે. જજ હોવા છતાં તમને કાયદાકીય પ્રક્રિયા વિશે ખબર નથી.

sandesh


   For the first time, judge was sentenced ,6 months in prison, to send Justice