‘મોદી દેશના સૌથી સારા વડાપ્રધાન, વિરોધીઓ તેમને સહન કરતા શીખે’

Header Banner

‘મોદી દેશના સૌથી સારા વડાપ્રધાન, વિરોધીઓ તેમને સહન કરતા શીખે’

  Wed May 10, 2017 15:53        Gujarati

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ (ICSSR)ના નવા નિમાયેલા ચેરમેન બીબી કુમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે એક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે ‘નરેન્દ્ર મોદી દેશના સૌથી સારા વડાપ્રધાન છે અને દેશમાં અસહિષ્ણુતાના સૌથી મોટા શિકાર છે.ય હાલના સંજોગોમાં ભારતમાં જાતિ વ્યવસ્થા અને છૂતાઅછૂત અરબ, તુર્ક અને મંગોલોના આક્રમણનું પરિણામ છે. મૈકાલેવાદ અને માર્ક્સવાદના કારણે ભારતનું બૌદ્ધિક અધ:પતન થયું.’ કુમારના વિચાર એક ત્રિમાસિક પત્રિકા ‘ડાઈલોગ’માં છેલ્લા બે વર્ષમાં પ્રકાશિત થયા છે. કુમાર આ પત્રિકાના સંપાદક છે. ICSSR દેશમાં સમાજ વિજ્ઞાનમાં શોધને પ્રોત્સાહન આપે છે.

કુમારના 2015 અને 2016માં ‘ડાઈલોગ’ પત્રિકામાં વિભિન્ન વિષયો પર પ્રકાશિત થયેલા વિચારો

અસહિષ્ણુતાના શિકાર: પોતાની પત્રિકાના ઓક્ટોબર-ડિસેમ્બર 2015ના અંકમાં કુમારે ‘લર્ન ટૂ ટોલરેટ મોદી’ શિર્ષકથી સંપાદકીય લેખ લખ્યો હતો. તેમણે લખ્યું હતું કે નરેન્દ્ર મોદીએ પોતાને એક સારા વડાપ્રધાન તરીકે સાબિત કર્યા છે. જ્યારે તેઓ સત્તામાં આવ્યાં ત્યારે દેશની અર્થવ્યવસ્થા ખરાબ હતી. થોડા જ સમયમાં આપણે જીડીપી વિકાસ દરમાં ચીનથી આગળ નીકળી ગયા છીએ. લોકોના આર્થિક સશક્તિકરણ માટે પગલાં લેવાયા છે. ભારે વિદેશી રોકાણ દેશમા આવી રહ્યું છે. ભ્રષ્ટાચાર કે કૌભાંડનો હજુ કોઈ મામલો આવ્યો નથી.

નરેન્દ્ર મોદીને નુક્સાન કરીને તેઓ દેશનું નુક્સાન કરી રહ્યાં છે

કુમારે લખ્યું હતું કે નરેન્દ્ર મોદીના વિરોધીઓની સમસ્યા એ છે કે તેઓ સમજી શકતા નથી કે નરેન્દ્ર મોદીનું નુક્સાન કરીને તેઓ દેશનું નુકસાન કરી રહ્યા છે. તેમણે લખ્યું હતું કે સાચી વાત એ છે જે આપણામાંથી ઘણા બધા મહેસૂસ પણ કરે છે કે હાલના સમયમાં ભારતમાં અસહિષ્ણુતાના સૌથી મોટા શિકાર મોદી છે. સમય આવી ગયો છે કે તેમના વિરોધી તેમને સહન કરતા શીખે.

કુમારની 2જી મેના રોજ થઈ હતી ICSSRના ચેરમેન તરીકે નિયુક્તિ

એક અંગ્રેજી અખબારે સૌથી પહેલા પ્રકાશિત કર્યુ હતું કે બે મેના રોજ બીબી કુમારને માનવ સંસાધન મંત્રાલયે ICSSRના ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે. કુમાર એન્થ્રોપોલજિસ્ટ(માનવવૈજ્ઞાનિક) છે. કુમારે પાંચમી મેના રોજ પદગ્રહણ કર્યું. તેમણે સુખદેવ થોરાટની જગ્યાએ લીધી છે. જે ICSSRના એપ્રિલ 2011થી ચેરમેન હતાં. 76 વર્ષના કુમારની પસંદગી એક પસંદગી મંડળે કરી હતી જેમાં અશોક મોદક (નેશનલ રિસર્ચ પ્રોફેસર અને મહારાષ્ટ્ર ભાજપના પૂર્વ MLC), સતિષ મિત્તલ (RSSના અખિલ ભારતીય ઈતિહાસ સંકલન યોજનાના અધ્યક્ષ) સભ્ય હતાં. બીબી કુમાર નાગાલેન્ડના સાઓ ચેન્જ ગવર્મેન્ટ કોલેજ અને સાયન્સ કોલેજ કોહિમાના પૂર્વ પ્રિન્સિપાલ રહી ચૂક્યા છે. કુમારે 136 પુસ્તકોનું લેખન, સહ લેખન અને સંપાદન કર્યું છે.

sandesh


   Modi is the best Prime Minister,country, opponents learn to bear them