માલ્યા કોર્ટની અવગણનામાં દોષી, 10 જુલાઈના હાજર રહેવાનો SCનો આદેશ

Header Banner

માલ્યા કોર્ટની અવગણનામાં દોષી, 10 જુલાઈના હાજર રહેવાનો SCનો આદેશ

  Wed May 10, 2017 15:52        Gujarati

બેન્ક પાસેથી લોન લઈને ડિફોલ્ટર થયેલા કિંગફિશર એરલાઈન્સના માલિક વિજય માલ્યાને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે માલ્યાને કન્ટેમ્પટ ઓફ કોર્ટ( કોર્ટનો આદેશની અવગણના)નો દોષી ગણાવ્યો છે. કોર્ટે વિજય માલ્યાને 10 જુલાઈના રોજ કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપતા જણાવ્યું છે કે તે દિવસે સજા પર સુનવણી થશે. સાથે જ કોર્ટે કહ્યું હતું કે તે કોર્ટમાં હાજર રહી પોતાનો પક્ષ મુકે.

9 એપ્રિલે સુપ્રીમ કોર્ટે વિજય માલ્યા દ્રારા કોર્ટનો આદેશ ન માનવાના કેસમાં અને ડિઅગો ડીલમાં માલ્યાને મળેલા 40 મિલિયન યુએસ ડોલરના કેસમાં ચુકાદો અનામત રાખ્યો હતો. ગત સુનવણીમાં બેંક એસોશિએશનના સર્વોચ્ચ ન્યાયાલયે માગ કરી હતી કે કોર્ટ વિજય માલ્યાને આદેશ આપે કે તે ડીઅગો ડીલથી મળેલ 40 મિલિયન યુએસ ડોલરને એક સપ્તાહની અંદર ભારત લઈને આવે. જો માલ્યા તે રૂપિયા નહીં લાવે તો વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપે. બેંક એસોસીએશનને સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે ડીઅગો ડીલથી મળેલ 40 મિલિયન ડોલરને બાળકોના ખાતામાં જમા કરાવ્યાં છે અને તેમાંથી એક ટ્રસ્ટ બનાવી દીધું છે. એસબીઆઈ અને અન્ય બેંકોએ સુપ્રીમ કોર્ટ પાસે માંગણી કરી છે કે માલ્યાએ કર્નાટક હાઈકોર્ટની અવગણના કરીને ડીઓગો ડીલથી મળેલ 40 મિલિયન ડોલરને બાળકોના ખાતામાં જમા કરાવ્યાં છે. બેંકોએ ડીલથી મળેલ 40 મિલીયન અમેરિકન ડોલરને સુપ્રીમ કોર્ટમાં જમા કરવાની માંગ કરી છે.

આ પહેલા વિજય માલ્યાની યાચીકા પર કોર્ટે બેંકોને નોટિસ આપી જવાબ માંગ્યો હતો. યાચીકામાં માલ્યાએ કોર્ટની અવગણના નોટિસને પાછી લેવાની માગ કરી હતી. માલ્યાનું કહેવું હતું કે સંપત્તિની વિગતોની સમજૂતી માટે આપ્યો હતો જ્યારે સમજૂતી નથી થઈ રહી તો કોઈ અવગણનાનો કેસ નથી બનતો.

sandesh


   SC rejects Mallya,ourt's plea, SC order to be present