ભરૂચઃ પત્નીની લાશ પાસે બેસી પતિની મદદની ગુહાર, લોકો ફોટા-વીડિયો ઉતારવામા મગ્ન

Header Banner

ભરૂચઃ પત્નીની લાશ પાસે બેસી પતિની મદદની ગુહાર, લોકો ફોટા-વીડિયો ઉતારવામા મગ્ન

  Wed May 10, 2017 15:51        Gujarati

ભરૂચમાં માનવતાને શર્મસાર કરે એવી ઘટના બની છે. ભરૂચના કોસંબાના ધામરોડ ઉપર બાઇકનો અકસ્માત થયો હતો. દંપનીને નડેલા અકસ્માતમાં પત્નીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે પતિ પણ ઇજાગ્રસ્ત થયો હતો. જોકે પત્નીની લાશ પાસે બેશીને પતિ લોકોને મદદ માટે ગુહાર લગાવી રહ્યો હતો. પરંતુ લોકો મદદ કરવાના બદલે ફોટા અને વીડિયો ઉતારવામાં મસ્ત રહ્યા હતા.

સુત્રોના જણાવ્યા પ્રમાણે ઇજાગ્રસ્ત પતિને સમયસર સારવાર નહીં મળતા તેનું મોત નીપજ્યું હતું. અહીં શરમ જનક બાબત એ છે કે ઘટના સ્થળે લોકોનું ટોળું એકઠું થયું હતું પરંતુ કોઇએ ઇજાગ્રસ્ત પતિની સારવાર માટે મદદ કરી ન હતી જો ટોળાએ ઇજાગ્રસ્ત પતિને સમયસર હોસ્પિટલ લઇ જવાયો હોત તો તેનો પણ જીવ બચી ગયો હતો. પરંતુ લોક મદદ કરવાના બદલે માત્ર ફોટો અને વીડિયો ઉતાર્યા હતા. અને એક વિવશ પતિની ગુહારનો તમાશો દેખતા રહ્યા હતા.

sandesh


   body of the husban,wife, and the help of her husband