વાસનામાં અંધ થયેલા યુવકે મહિલાને પકડીને બળજબરીથી કરી કિસ, હોઠના બે ટુકડા

Header Banner

વાસનામાં અંધ થયેલા યુવકે મહિલાને પકડીને બળજબરીથી કરી કિસ, હોઠના બે ટુકડા

  Fri Mar 17, 2017 16:14        Gujarati

વાસનામાં માણસ ક્યારેક એટલો આંધળો બની જાય છે કે તેને આગળ કશું જ દેખાતુ નથી. આવી જ એક ઘટના મુંબઈના કિંગ સર્કલના ફ્લેન્ક રોડ પર બની. સાયન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ એક વિકૃત યુવાને 50 વર્ષની એક મહિલાને પકડીને તેનો હોઠ જ કરડી ખાધો. યુવકે એટલું તે ખરાબ રીતે હોઠ કરડી ખાધો કે મહિલાના હોઠનો એક ભાગ નીચે પડી ગયો. હાલ આ વિકૃત યુવકની શોધખોળ ચાલુ છે.

બનાવની વિગત એવી છે કે ગત સોમવારના રોજ બપોરે સાડા ત્રણ વાગ્યાની આસપાસ 50 વર્ષની મહિલા ભોજન બાદ તેના એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર પર લટાર મારવા ગઈ હતી. ત્યાં 20થી 25 વર્ષની ઉંમરનો એક યુવક તેની પાસે આવ્યો. યુવકના ચહેરા અને કપડાં પર રંગ લાગેલો હતો. ત્યારબાદ એ યુવકે મહિલાને આઈ લવ યુ કહીને પકડી લીધી હતી. વિકૃત યુવકે મહિલાને કિસ કરવાનો પ્રયત્ન કર્યો પણ મહિલાએ ખુબ પ્રતિકાર કર્યો. આમ છતાં યુવકે મહિલાને બળજબરીપૂર્વક કિસ કરી. કિસ એટલી જોરદાર હતી કે મહિલાના હોઠ લગભગ તેણે કરડી ખાધો હતો. 

મહિલાએ ઘાયલ અવસ્થામાં બૂમાબૂમ મચાવી પરંતુ યુવક ત્યાં સુધીમાં તો ભાગી ગયો હતો. મહિલાની બૂમો સાંભળીને તેમના પતિ અને પુત્ર પણ ત્યાં આવી પહોંચ્યા હતાં. મહિલા અડધી બેભાન અવસ્થામાં હતી. મોંમાંથી લોહી નિકળતું હતું. હોઠના બે ટૂકડા થઈ ગયા હતાં. એક ટુકડો જમીન પર પડ્યો હતો. પિતા-પુત્ર મહિલાને અને તેના હોઠના ટુકડાને લઈને નજીકની સાયન હોસ્પિટલમાં ગયાં. જો કે પાછળથી મહિલાને પીડી હિન્દુજા હોસ્પિટલ લઈ જવાઈ. ત્યાં મહિલાની પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી.

sandesh


   Sexual desire, blind man grabbed,woman by force, what, two pieces