એકલા હાથે મોદીને હરાવવા અશક્ય!, જબરદસ્ત ટક્કર આપવા માટે વિપક્ષે ઘડ્યો પ્લાન

Header Banner

એકલા હાથે મોદીને હરાવવા અશક્ય!, જબરદસ્ત ટક્કર આપવા માટે વિપક્ષે ઘડ્યો પ્લાન

  Fri Mar 17, 2017 15:47        Gujarati

ઉત્તરપ્રદેશમાં ભાજપની બંપર જીતે વિપક્ષી દળોને ફરીથી પોતાની રણનીતિ પર વિચાર કરવા માટે મજબુર કરી દીધા છે. એક બાજુ જ્યાં ભાજપે 2019નો મહાજંગ જીતવા માટે અત્યારથી રણનીતિ પર કામ કરવાનું શરૂ કરી દીધુ છે ત્યાં બીજી બાજુ વિપક્ષ પણ નવી રણનીતિ સાથે સામે આવી રહ્યો છે. કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી દળોએ 2019માં મોદી મેજીકને માત આપવા માટે સૂચનો આપ્યાં છે અને આ બધામાં એ વસ્તુ કોમન જોવા મળી રહી છે કે કોઈ પણ પક્ષ એકલા હાથે મોદીને હરાવી શકશે નહીં. આથી આવા સંજોગોમાં તમામ પક્ષો એક સાથે આવી શકે છે. ભાજપને રોકવા માટે તમામ સ્થાનિક પક્ષો એક સાથે મળીને રાષ્ટ્રીય સ્તર પર મહાગઠબંધન બનાવી શકે તેવા સંકેતો છે. જેમાં સપા, બસપા, અને કોંગ્રેસ મોદીના વિજયરથને અટકાવવા માટે ભેગા થઈ શકે છે.

sandesh   Congress enacted,plan impossible ,defeat at the hands,opposition alone !, to tremendous competition