અમદાવાદમાં CEPTની 5 યુવતીઓ સહિત 14 વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા

Header Banner

અમદાવાદમાં CEPTની 5 યુવતીઓ સહિત 14 વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા

  Fri Mar 17, 2017 15:37        Gujarati

ગુરૂવારે મોડી રાત્રે સેટેલાઇટ વિસ્તારમાં પોલીસે દરોડા પાડી પાંચ યુવતીઓ સહિત 14 લોકોને ઝડપી પાડ્યા હતા. બાતમીના આધારે સેટેલાઇટ પોલીસે આઝાદ સોસાયટીમાં આવેલા શ્યામ પાર્કમાં રેડ પાડી હતી. CEPTમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ ફેરવેલ પાર્ટીને બિંદાસ્ત માણી રહ્યા હતા. ત્યારે દારૂ પીને છાટકા બનેલા યુવક-યુવતીઓની નશાની હાલતમાં પોલીસે અટકાયત કરી હતી. મળતી માહિતી પ્રમાણે સેપ્ટના વિદ્યાર્થી ગુંજન મોદીની બર્થડે અને મિનલ નામની યુવતીની ફેરવેલ પાર્ટી હોવાથી દારૂની મહેફિલનું આયોજન કરાયું હતું. ઉપરાંત વૈદેહી કાનારા નામની યુવતીએ દારૂની વ્યવસ્થા કરી હતી. ઝડપાયેલા સ્ટુડન્ટ્સમાંથી કેટલાક બિનગુજરાતી ગુડગાંવ અને કેરળના તેમજ સુરત અને વડોદરાના હોવાનું પણ બહાર આવ્યું છે.

મળતી માહિતી પ્રમાણે સ્થાનિકોએ પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરતા રેડ પાડવામાં આવી હતી. પોલીસ પહોંચી ત્યારે તમામ યુવાનોની આંખો લાલચોળ હતી અને ટલ્લી હાલતમાં હતા. તેમની પાસે દારૂનું પરમિટ ન હોવાથી પોલીસે તેમની ધરપકડ કરી હતી. ઉપરાંત પોલીસે બે દારૂની અને સોડાની બોટલો પણ કબજે કરી છે.

હજુ તો ગત ફેબ્રુઆરી મહિનામાં પાલડી પોલીસે દારૂ પાર્ટી પર રેડ પાડી NID (નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ડિઝાઇન) ના 29 વિદ્યાર્થીઓને પકડી પાડ્યા હતા. જેમાં 15 વિદ્યાર્થીઓ અને 14 વિદ્યાર્થીનીનો સમાવેશ થયો હતો. ઝડપાયેલા વિદ્યાર્થીઓમાં એક વિદેશી યુવતીનો પણ સમાવેશ થયો હતો. પાલડી NIDમાં દારૂની મહેફિલ પર દરોડો પાડ્યો હતો ત્યારે કોલેજની અંદરનો માહોલ જોઈને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. શિક્ષણના ધામમાં એકબે નહિં પણ કુલ 29 વિદ્યાર્થીઓ દારૂ પી રહ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ પણ હતી.

sandesh


   CEPT in Ahmedabad, including 5 women,14 students,arrested