દિલ્હી: ફાઈવ સ્ટાર હોટલમાં આગ ભભૂકી, ધોની સહિત અન્ય ખેલાડીઓનો બચાવ

Header Banner

દિલ્હી: ફાઈવ સ્ટાર હોટલમાં આગ ભભૂકી, ધોની સહિત અન્ય ખેલાડીઓનો બચાવ

  Fri Mar 17, 2017 15:33        Gujarati, Sports

મહેન્દ્ર સિંહ ધોની વિજય હજારે ટૂર્નામેન્ટ માટે દિલ્હી પહોંચ્યા હતા. ઝારખંડની ટીમ સહિત ધોની જે હોટલમાં રોકાયા હતા તે હોટલમાં વહેલી સવારે આગ લાગી હતી. જેના કારણે બધા ખેલાડીઓના જીવ જોખમમાં મૂકાઈ ગયા હતા. મળેલી માહિતી અનુસાર આગ સવારે લગભગ 6.30 વાગે લાગી હતી. આગ લાગ્યા બાદ મહેન્દ્રસિંહ ધોની અંદર ફસાઈ ગયો હતો. આગ પર કાબૂ મેળવવા માટે 30 ટેન્ડરો અંદર પહોંચ્યા હતા. જોકે, હાલમાં મળેલી માહિતી અનુસાર બધા જ ખેલાડીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા, પરંતુ તેમની ક્રિકેટ કિટ બળીને ખાખ થઈ ગઈ હતી.

મળતી માહિતી અનુસાર ધોની દ્વારકા વિસ્તારની એક હોટલમાં આવેલી ફાઈવ સ્ટાર હોટલ વેલકમમાં ઉતર્યા હતા. આગ લાગ્યા બાદ હોટલના સ્ટાફે તાત્કાલિક ધોની સહિત અન્ય ખેલાડીઓને બહાર કાઢ્યા હતા. ઘટનાને જોતા શુક્રવારની મેચ મોકૂફ રાખવામાં આવી છે.

sandesh


   New Delhi,Luxury hotel kindled fire, rescue and other players, including