‘સો લંગડા ભેગા મળીને પણ એક પહેલવાન ન બની શકે’, મોદીની સામે મહાગઠબંધન પર જવાબ

Header Banner

‘સો લંગડા ભેગા મળીને પણ એક પહેલવાન ન બની શકે’, મોદીની સામે મહાગઠબંધન પર જવાબ

  Fri Mar 17, 2017 15:19        Gujarati

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ વિપક્ષી દળોના મહાગઠબંધનના અણસારો જોવા મળી રહ્યાં છે. મોદી લહેરને જોતા કોંગ્રેસ સહિત તમામ પક્ષો આ માટે એક્ટિવ થઈ ગયા છે. કોંગ્રેસે કહ્યું કે 2019ની લોકસભાની ચૂંટણીમાં મોદીને હરાવવા માટે તેઓ તમામ વિકલ્પોની તલાશ કરશે જેમાં મહાગઠબંધન પણ સામેલ છે. મહાગઠબંધનના વિકલ્પ પર બોલતા કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને જણાવ્યું કે એક કહેવત છે કે સો લંગડા ભેગા મળીને પણ એક પહેલવાન નહીં બની શકે.

માધ્યમોના અહેવાલ મુજબ કોંગ્રેસ નેતા સી પી જોશીએ અન્ય પક્ષો સાથેના ગઠબંધનના સમીકરણ પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે હાલની વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપનો વોટ શેર સારો નહતો. જ્યારે હારવા છતાં પણ કોંગ્રેસ અને તેના સાથી પક્ષોનો કુલ વોટશેર ખુબ સારો રહ્યો. ભાજપને હરાવવા માટે જે પણ શક્ય છે તે તમામ અજમાવવામાં આવશે. આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને તેના સાથી પક્ષો ભાજપને મોટો પડકાર ફેંકશે.

અત્રે જણાવવાનું કે જોશીનું આ નિવેદન પૂર્વ મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐય્યરના સૂચન પર આવ્યું છે. ઐય્યરે કહ્યું હતું કે 2019માં ભાજપને હરાવવા માટે કોંગ્રેસે એક મોટા ગઠબંધન પર વિચાર કરવો જોઈએ. આ બાજુ જોશીએ તો એવું પણ કહ્યું હતું કે કોઈ મૂરખ જ હશે જે એવું કહે કે મોદીને એકલા હાથે હરાવી શકાય છે. જેડીયુ અને આરજેડીએ તો મહાગઠબંધન પર પહેલા તો સમર્થન આપ્યું પરંતુ ત્યારબાદ નીતિશકુમારે નિવેદન આપીને તેની સંભાવના પર હાલ સવાલ ઊભો કરી દીધો છે. અત્રે જણાવવાનું કે બિહારમાં ત્રણ પાર્ટીઓના મહાગઠબંધનની સરકાર છે.

sandesh


   Sleeping together,wrestler, the answer,against Modi