અમદાવાદમાં પ્રેમી સાથે ભાગેલી યુવતી રહસ્યમય રીતે ગુમ, પ્રેમીની મળી લાશ

Header Banner

અમદાવાદમાં પ્રેમી સાથે ભાગેલી યુવતી રહસ્યમય રીતે ગુમ, પ્રેમીની મળી લાશ

  Thu Jan 12, 2017 16:18        Gujarati

અમદાવાદ શહેરના શાહીબાગમાં રહેતી યુવતી સપ્ટેમ્બર-૧૬માં ગુમ થઇ હતી. પોલીસ તપાસમાં પ્રેમી કમલેશ સાથે ભાગી ગઇ હોવાનુ બહાર આવ્યુ હતુ. ચૌકાવનારી બાબત એ છે કે, યુવકની લાશ સાંતેજ કેનાલમાંથી મળી આવી હતી પણ યુવતીની કોઇ ભાળ પોલીસને મળી નથી જેના શાહિબાગ વિસ્તારમાં રહેતી ૨૧ વર્ષીય યુવતી ગુમ થઇ અને તપાસ દરમિયાન તેના પ્રેમી સાથે ભાગી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યુ હતું.

ભાગેલા યુવકની લાશ સાંતેજ કેનાલમાંથી મળી
શાહિબાગ પોલીસની તપાસ દરમિયાન તેની સાથે ભાગેલા યુવકની લાશ સાંતેજ કેનાલમાંથી મળી હતી. પરંતુ ૨૧ વર્ષીય યુવતી રહસ્યમય રીતે ગુમ હતી. જે યુવતીને શોધવા માટે શાહિબાગ પોલીસે ધમપછાડા કર્યા હતા પરંતુ યુવતીની ભાળ હજુ પણ મળી નથી. 

બ્યુટીપાર્લરમાં જવાનું કહી ઘરેથી નિકળી હતી યુવતી
શાહિબાગ બીએસએનએલ ઓફિસની બાજુમાં આવેલી સરકારી અનાજ ગોડાઉનની ચાલીમાં રહેતી અંકિતા મનુભાઇ ચૌહાણ(ઉ.૨૧) તા.૧૭.૯.૨૦૧૬ના રોજ અર્બન હેલ્થ બ્યુટી પાર્લરમાં જવાનુ કહીને નિકળી હતી અને પરત ઘરે ફરી ન હતી. આ અંગે શાહિબાગ પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ દાખલ થતા પોલીસે તેની તપાસ હાથ ધરી હતી જેમાં તેના નજીકમાં રહેતા કમલેશ મુળજીભાઇ પરમાર(ઉ.૩૦) સાથે ભાગી ગયાનું ખુલ્યુ હતું.

યુવતીને શોધવા માટે હેબિયર્સ કોર્પસ દાખલ થઈ હતી
દરમિયાનમાં તા.૨૫.૯.૨૦૧૬ના રોજ સાતંજે પોલીસ સ્ટેશનની હદમા આવેલી કેનાલમાંથી કમલેશની લાશ મળતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોધી તપાસ હાથ ધરી હતી પરંતુ અંકિતાની ભાળ મળી ન હતી. શાહિબાગ પોલીસ અંકિતાને શોધતી હતી દરમિયાનમાં આ અંગે હાઇકોર્ટમાં હેબિયર્સ કોર્પસ દાખલ થઇ હતી તેથી પોલીસે અંકિતાને શોધવા માટે ધમપછાડા કર્યા હતા તેમ છતાં પણ પોલીસ રહસ્યમય રીતે ગુમ થયેલી અંકિતાને શોધી શકી ન હતી.


   young woman ,found dead in mysterious