રાહુલની ઠેકડીઓ પર સ્મૃતિએ આપ્યો જવાબ- ‘મોદીની વધતી લોકપ્રિયતાથી વિચલિત ‘

Header Banner

રાહુલની ઠેકડીઓ પર સ્મૃતિએ આપ્યો જવાબ- ‘મોદીની વધતી લોકપ્રિયતાથી વિચલિત ‘

  Thu Jan 12, 2017 16:11        Gujarati

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના આકરા પ્રહારો અને મજાક બાદ કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રી સ્મૃતિ ઈરાનીએ આજે જવાબ આપ્યો. પીએમ મોદી વિરુદ્ધ સતત નિવેદનો આપતા રાહુલ ગાંધી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે પીએમની વધતી લોકપ્રિયતાથી રાહુલ ગાંધી પરેશાન છે અને તેઓ ફક્ત પોતાનો રાજકીય વારસો જાળવવાની કોશિશ કરી રહ્યાં છે.

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ અમેઠીથી ચૂંટણી લડી ચૂકેલા સ્મૃતિ ઈરાની જણાવ્યું કે ખુબ જ સ્વભાવિક છે કે રાહુલ ગાંધી રજાઓ ગાળીને પાછા ફર્યા અને આત્મચિંતન કર્યા બાદ પીએમ મોદીની લોકપ્રિયતા વધી રહી છે તે જાણીને થોડા વિચલિત થયા હશે. રાહુલ ગાંધીની વડાપ્રધાન વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કરીને પોતાનો રાજકીય વારસો જાળવવાની કોશિશ કરવી એ સ્વભાવિક છે.

અત્રે જણાવવાનું કે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી નોટબંધી બાદથી પીએમ મોદીને સતત નિશાન બનાવી રહ્યા છે. એટલે સુધી કે તેમણે પીએમ મોદી પર ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી હતા ત્યારે લાંચ લેવાનો આરોપ પણ લગાવ્યો. જો કે લાંચના આરોપની તપાસ અંગેની અરજી સુપ્રીમે બુધવારે જ ફગાવી દીધી. સ્મૃતિ ઈરાની અમેઠીથી રાહુલ ગાંધી સામે 2014ની લોકસભાની ચૂંટણી લડ્યા હતાં. પરંતુ હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે રાહુલ અને ગાંધી પરિવાર વિરુદ્ધના તેમના નિવેદનોના કારણે તેઓ ખુબ ચર્ચામાં રહ્યાં હતાં.

આ અગાઉ વેકેશન ગાળીને પાછા ફરેલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે કોંગ્રેસ દ્વારા યોજાયેલા જન વેદના સંમેલનમાં મોદી સરકારની વિભિન્ન યોજનાઓની આલોચના કરી હતી. તેમણે કહ્યું હતું કે હવે તો અચ્છે દિન કોંગ્રેસ જ્યારે 2019માં સત્તા પર આવશે ત્યારે લઈને આવશે. રાહુલ ગાંધીએ નોટબંધીથી લઈને યોગ સુધી પીએમ મોદીની મજાક ઉડાવી હતી.


   Rahul thekadio,smrtie gave answers,Distracted