અમરેલીમાં છ વર્ષની લડત બાદ અરજદારે વીજતંત્ર પાસેથી મેળવ્યો બે રૂપિયાનો ચેક

Header Banner

અમરેલીમાં છ વર્ષની લડત બાદ અરજદારે વીજતંત્ર પાસેથી મેળવ્યો બે રૂપિયાનો ચેક

  Fri Jan 06, 2017 16:17        Gujarati

અમરેલીમાં માગેલી માહિતી મોડી પૂરી પાડવામાં આવતા અરજદારે ફી પેટે ભરેલી બે રૂપિાયની રકમ પરત મેળવવા માટે વીજતંત્ર સામે છ વર્ષથી લડત ચલાવીને પરિણામ મેળ્યું છે. આવડી સામાન્ય રકમ પરત કરવામાં છ વર્ષ સુધી કોર્ટ કચેરીમાં ધક્કા ખાઈને હજારો રૂપિયાનું આધણ કર્યા બાદ આખરે અરજદારને બે રૂપિયાનો ચેક લઈ આપવામાં આવ્યો છે.

વર્ષ 2010માં અરજદારે વીજતંત્ર પાસે બે રૂપિયા ભરીને માંગી હતી માહિતી
હાલ માળિયા હાટિના તાલુકાના ગડુ ખાતે રહેતા એચ.કે ચૌહાણ દ્વારા વર્ષ 2010માં વીજતંત્ર પાસેથી એક માહિતી માંગી હતી. આ માહિતી નિયત સમયમર્યાદા બહાર મોડી આવતા અરજદારે પોતે ભરેલી બે રૂપિયાની ફી નિયમ મુજબ વીજતંત્ર પાસેથી પર માગી હતી. 

બે રૂપિયા આપવા ન પડે તે માટે વીજતંત્રએ પણ પ્રતિકાર કર્યો
આ રકમ પરત ન કરવી પડે તે માટે વીજતંત્રએ પણ વળતો પ્રતિકાર કરીને છ વર્ષ જેટલા લાંબા સમય સુધી લડત આપી હતી. આખે રાજ્યના માહિતી આયોગ સમક્ષ આ પ્રકરણ પહોંચતા અહીં ચાલેલી કાર્યવાહીના અંતે માહિતી આયોગ દ્વારા ફી પરત કરવાનો હુકમ કરાયો હતો.

છ વર્ષની લડત બાદ વીજતંત્રએ અરજદારને આપ્યો બે રૂપિયાનો ચેક
જેના પગલે અમરેલીના વીજતંત્ર દ્વારા આખરે ગત. 30ના રોજ બે રૂપિયાની રકમનો ચેક અરજદારને લખી આપવામાં આવ્યો છે. જોકે, આ બે રૂપિયાની રકમ માટે થઈ આ પ્રકરણ ચાલ્યું ત્યાં સુધી કચેરીઓના ધક્કા, વાહન ભાડા, વિવિધ ભથ્થાપેટે હજારો રૂપિયા ખર્ચી નાખ્યા હશે. ત્યારે તેના માટે જવાબદાર કોણ ? તેવો સવાલ પેદા થયો છે.


   years of struggle,Amreli , sought information,full fee