લો બોલો….આ ભાઈને ગ્રામ પંચાયતમાં એક પણ વોટ ન મળ્યો

Header Banner

લો બોલો….આ ભાઈને ગ્રામ પંચાયતમાં એક પણ વોટ ન મળ્યો

  Fri Jan 06, 2017 16:13        Gujarati

તાજેતરમાં જ ગ્રામપંચાયતોની ચૂંટણી યોજાઈ હતી જેનું પરિણામ પણ આપણી સામે આવી ગયું છે. આપણે ચૂંટણીમાં સાંભળતા જ હોઈએ છીએ કે આ ઉમેદવાર આટલા ટકા વોટથી હાર્યો કે જીત્યો પરંતુ વાલીયા તાલુકાના શીર ગામે તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વોર્ડ-૧ના ઉમેદવારને એક પણ મત મળ્યો ન હતો. આવી ઘટના જવલ્લે જ બનતી હોય વહીવટી તંત્રમાં આ બાબત ચર્ચાનો મુદ્દો બની હતી.

ભરૃચ જીલ્લામાં ડિસેમ્બર-૨૦૧૬માં ઘણી ગ્રામ પંચાયતોની ચુંટણીઓ થઇ. જેમાં વાલીયા તાલુકાના શીર ગામે ગ્રામ પંચાયતીની ચુંટણીમાં વોર્ડ નં-૧માં મંગાભાઇ ઠગીયાભાઇ વસાવાએ પણ ઉમેદવારી નોંધાવી હતી. જેનું પરિણામ આવતાં મંગાભાઇ વસાવાને એક પણ મત મળ્યો ન હતો. એક પણ મત ન મળવા પાછળનું કારણ ઉમેદવાર મંગાભાઇ દેવનગર ફળીયામાં રહેતો હોવા છતાં શીર ગામેથી ઉમેદવારી કરી હોવાનું માનવામાં આવે છે. અન્ય સ્થળેથી ઉમેદવારી કરી હોય ગ્રામજનો ઓળખતા ન હોવાથી એક પણ મત મળ્યો ન હતો.

ગ્રામ પંચાયતનો ફેંસલો 29મી ડિસેમ્બર,2016ની વહેલી સવારથી જ જિલ્લાના વિવિધ સ્થળો પર મતગણતરીની કાર્યવાહી ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ હાથ ધરાઇ હતી.


   take a vote ,gram panchayat,this brother,did not take