રિક્ષા અને ટ્રેન વચ્ચેની ટક્કરમાં સાત બાળકોના મોત

Header Banner

રિક્ષા અને ટ્રેન વચ્ચેની ટક્કરમાં સાત બાળકોના મોત

  Fri Jan 06, 2017 16:02        Gujarati

પાકિસ્તાનના પંજાબ પ્રાંતના રેલવે ક્રોસિંગે ટ્રેન અને મોટરસઈકલ રિક્ષા વચ્ચેની જોરદાર ટક્કરમાં સાત બાળકોના મોત થયાં છે અને અન્ય ચારને ઈજા થઈ છે.

ગાઢ ધુમ્મસને કારણે રિક્ષા ચાલક લોધરનના રેલવે ક્રોસિંગ ક્રોસ કરતા સમયે કરાચી જતી ટ્રેનની ઝડપનો અંદાજ લગાવી શક્યો ન હતો. તે મોટરસાઈકલ રિક્ષા સમેત ટ્રેન સાથે ટકરાયો હતો. 

દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને લોધરનની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. મીડિયા અહેવાલ મુજબ પંજાબના મુખ્યપ્રધાન શાહબાઝ શરીફે દુર્ઘટના અંગે ખેદ વ્યક્ત કર્યો છે અને વહીવટીતંત્રને ઈજાગ્રસ્તો માટે સારવારની તાત્કાલિક વ્યવસ્થા કરવાની સુચના આપી હતી.

અગાઉ સપ્ટેમ્બરમાં પંજાબ પ્રાંતના જ મુલતાન પાસે કરાચી જતી ટ્રેન અને માલગાડી વચ્ચે અકસ્માત થતાં છ જણાંના મોત થયા હતાં. જ્યારે 150 જેટલા લોકો ઈજા પામ્યા હતાં.


   seven children,killed in collision,collision between train