આ રીતે ઘરે બનાવો એકદમ સ્વાદિષ્ટ ‘પનીર કેપ્સિકમ’

Header Banner

આ રીતે ઘરે બનાવો એકદમ સ્વાદિષ્ટ ‘પનીર કેપ્સિકમ’

  Tue Jan 03, 2017 17:09        Gujarati, Recipes

સામગ્રી
200 ગ્રામ પનીર
બે મિડિયમ કેપ્સિકમ
એક ચમચો તેલ
10-12 કળી લસણ બારીક સમારેલું
એક ચમચી ધાણા પાઉડર
એક ચમચી અધકચરું ખાંડેલું સૂકું લાલ મરચું
અડધી ચમચી આદું બારીક સમારેલું
બે લીલાં મરચાં બારીક સમારેલાં
બે ટામેટાં બારીક સમારેલાં
એક ચમચી કસૂરી મેથી
મીઠું સ્વાદ પ્રમાણે
એક ચમચી લીંબુનો રસ
બે ચમચા બારીક સમારેલી કોથમીર

રીત
સૌ પ્રથમ એક નોન સ્ટિક પેનમાં તેલ ગરમ કરો. તેમાં આદું અને લસણ ઉમેરી એક મિનિટ માટે સાંતળો. ત્યારબાદ લાલ મરચું અને લીલાં મરચાંની પેસ્ટ અને ધાણાનો પાઉડર ઉમેરી ફરી એક મિનિટ સાંતળો. પછી ટામેટાં ઉમેરી એ સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળો. ત્યારબાદ કેપ્સિકમ ઉમેરી પાંચ મિનિટ સુધી સાંતળો. ત્યારબાદ પનીરના ટુકડા ઉમેરી બરાબર મિક્સ કરો. હવે કસૂરી મેથી અને મીઠું ઉમેરી મિક્સ કરો અને બે મિનિટ ઢાંકીને ચઢવા દો. ગેસ પરથી ઉતારી લીંબુનો રસ ઉમેરી મિક્સ કરો. અંતમાં સર્વિંગ બાઉલમાં કાઢી ઉપરથી કોથમીર ભભરાવી તરત પીરસો.   home made cheese, capsicum,most delicious foods, Make the recipe,Capsicum Cheese