ભુજમાં આ સ્થળો પર ફરવાની આવે છે જોરદાર મજા, જોઇ લો તમે પણ

Header Banner

ભુજમાં આ સ્થળો પર ફરવાની આવે છે જોરદાર મજા, જોઇ લો તમે પણ

  Tue Jan 03, 2017 17:07        Gujarati, Travel

ભુજ ઊંડી ઐતિહાસિક પૃષ્ઠભૂમિકા વાળુ એક પ્રમુખ શહેર છે, જે કચ્છનો મુખ્ય જિલ્લો પણ છે. તમને જણાવી દઇએ કે, આ શહેરનું નામ પહાડી ભુજીઓ ડુંગરના નામ પર પડ્યું છે જે શહેરના પૂર્વ ભાગોમાં સ્થિત છે અને આ વિશાળ નાગ ભુજંગનું સ્થાન માનવામાં આવે છે. તો જાણી લો તમે પણ ભુજના આ ફેમસ પ્લેસ વિશે….

શરદ બાગ પેલેસ
1991માં જ્યારે કચ્છના છેલ્લા રાજા મદનસિંહનું નિધન થયું ત્યાં સુધી આ મહેલ રાજાનું નિવાસ સ્થાન તરીકે ઉપયોગમાં લેવાતું હતું. જોકે હાલમાં આ મહેલને સંગ્રહાલય બનાવી દેવામાં આવ્યુ છે. તેમાં ઘણી સપુષ્પી અને ઔષધિય વનસ્પતિ છે.

અરિસા મહેલ
ભુજમાં હમીરસાર તળાવની ઉત્તર પૂર્વ ખૂણામાં સ્થિત ‘દર્પણના હોલ’ અરિસા મહેલ એક અદભુત ઇમારત છે. 18મી સદી દરમિયાન તેને બનાવવામાં આવ્યું હતું, આકર્ષક રીતે ભારત અને યૂરોપીય શૈલીનું એક મિશ્રિત રૂપ છે.

ભૂજોડી
ભુજથી 8 કિમી આગળ એક નાનકડા કસ્બા જેવું છે, જ્યાં મોટાભાગે સ્થાનીય લોકો કારીગર છે. અહિંયા કચ્છનું ટેક્સટાઇલ હબ છે, જ્યાં આવનારા લોકોને આ પ્રકારના કારીગર, વણકર અને બ્લોક પ્રિંટર્સ જોવા મળે છે.

રોયલ મકબરા
તમે જ્યારે પણ ભુજ જાવ ત્યાંના આ સુંદર મકબરા જોવાનું ના ભૂલતા. આજે પણ આ મકબરા તમને વીતિ ગયેલા ઇતિહાસની દાસ્તાન સંભળાવશે.

રામકુંડ વાવ
જો તમે કચ્છ સંગ્રહાલય અથવા ભુજના રામ ધુન મંદિરની પાસે હોવ, તો થોડેક જ દૂર જઇને આ વાવની મુલાકાત ચોક્કસ લેજો. અહિંયા તળાવમાં તમને પ્રમુખ હિન્દુ દેવી દેવતાઓના સુંદર ચિત્ર જોવા મળશે.

પ્રાગ મહેલ
પ્રાગ મહેલ 19મી સદીની એક સુંદર ઇટેલિયન-ગોથિક શૈલીની ઇમારત છે, જે દરેક વર્ષે લાખો પ્રવાસીઓનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરે છે. જો તમે ભારતના પ્રાચીન વારસાને જોવા અને સમજવા ઇચ્છતા હોવ તો આ મહેલની ચોક્કસ મુલાકાત લો.


   huge fun,go to these places, you see the pics, Bhuj palace