નોર્થ ઈસ્ટમાં ભૂકંપ, રિક્ટર સ્કેલ પર માત્રા 5.7 નોંધાયી

Header Banner

નોર્થ ઈસ્ટમાં ભૂકંપ, રિક્ટર સ્કેલ પર માત્રા 5.7 નોંધાયી

  Tue Jan 03, 2017 17:03        Environment, Gujarati

મંગળવારે બપોરે 2.42 મિનિટની આસપાસ ભારતના નોર્થ ઈસ્ટ વિસ્તારમાં ભૂકંપના ઝટકા મહેસૂસ કરવામાં આવ્યા. ભૂકંપનું કેન્દ્ર ત્રિપુરાની આસપાસ માનવામાં આવે છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.7 નોંધાયી છે.

આ પહેલા 11 ડિસેમ્બરે પણ પૂર્વોત્તર રાજ્યોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ત્યારે કંપનની તીવ્રતા 4.2 માપવામાં આવી હતી. જો કે આ ઝટકાને પરિણામે કોઈ જાનહાનિ થવા પામી નથી.

નોર્થ ઈસ્ટના તમામ રાજ્ય જેવાકે આસામ, મેધાલય, મિજોરમ, ત્રિપુરા, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ તેમજ મણિપુરને ભૂકંપની દ્રષ્ટિએ સંવેદનશીલ માનવામાં આવે છે. આ વિસ્તાર ભૂકંપની દ્રષ્ટિએ દુનિયાનો છઠ્ઠુ સંવેદનશીલ ક્ષેત્ર છે.


   North East earthquake, measuring ,Richter scale, volume record