પુરુષોમાં પણ વધ્યો છે વેક્સિંગ કરાવવાનો ટ્રેન્ડ

Header Banner

પુરુષોમાં પણ વધ્યો છે વેક્સિંગ કરાવવાનો ટ્રેન્ડ

  Tue Jan 03, 2017 17:00        Gujarati, Life Style

આજકાલના પુરુષો મેચોમેન લુક માટે અને ચિકના દેખાવા માટે વેક્સિંગ કરાવી રહ્યા છે. ખાસ કરીને બોડી-બિલ્ડિંગ કરતા હોય, બોક્સિંગમાં હોય અથવા મોડલિંગ કરતા હોય એવા યુવાનોનું પ્રમાણ વધારે હોય છે. રેઝર વાપર્યા પછી અમુક જ કલાકમાં ફરી ઝીણા-ઝીણા વાળ ઊગવાનું શરૂ થઈ જાય છે. મસલ્સ બનાવ્યા હોય એ પછી જો શરીર પર વાળ હોય તો એનો લુક નથી આવતો.

વેક્સિંગમાં મૂળથી વાળને ખેંચી લેવામાં આવે છે જેને કારણે નવો ગ્રોથ આવતાં સમય લાગે છે અને બીજું, સ્કિન પણ ચમકદાર દેખાય છે જેને કારણે મસલ્સ બનાવતા બોડી-બિલ્ડર્સ હવે ખાસ એમાં રસ લઈ રહ્યા છે. આ સિવાય ફિલ્મલાઇનમાં જવા માગતા અને મોડલિંગમાં રસ ધરાવતા યુવાનો પણ આ પ્રોસેસ માટે આગળ આવે છે.

અનેક પ્રોફેશનલ્સ પણ હવે પોતાના શરીર પર વાળ ન હોય એ વધુ પ્રિફર કરે છે. જેમ કે કમ્પ્યુટરમાં હોય કે કોઈ મલ્ટિનેશનલ કંપનીના ઓફિસરથી લઈને સ્પોર્ટસમેન પણ આ ટ્રીટમેન્ટ કરાવી રહ્યા છે. આજકાલના પુરુષો નીટ એન્ડ ક્લીન રહેવામાં વધુ માને છે. એના માટે જે પણ કરવું પડે એ તેઓ બેઝિઝક કરાવે છે. શરીર પર વાળ હોવાને કારણે પસીનો થાય અને શરીરમાંથી દુર્ગંધ આવે એ આશયથી પણ તેઓ વાળ કઢાવે છે. અમુક પ્રકારનાં કપડાં પહેરી શકાય એ માટે વાળ કઢાવનારો વર્ગ પણ છે. જેમ કે સ્લીવલેસ કે સ્કિન-ટાઇટ ટી-શર્ટ પહેરવા માટે તેઓ શરીરને ફ્રી રાખવાનું વધુ યોગ્ય ગણે છે.


   curls up,also get ,new trend, waxing for men