યાત્રાધામ અંબાજીમાં કેશલેસ દાનના પ્રારંભથી અત્યાર સુધીમાં થઈ 20 લાખની આવક

Header Banner

યાત્રાધામ અંબાજીમાં કેશલેસ દાનના પ્રારંભથી અત્યાર સુધીમાં થઈ 20 લાખની આવક

  Tue Dec 27, 2016 16:33        Devotional, Gujarati

શક્તિપીઠ યાત્રાધામ અંબાજીમાં જગત જનની જગદંબાના શ્રી ચરણોમાં માઈભક્તો દ્વારા નોટબંધી બાદ પણ દાનનો મહિમા અવિરત જારી રહેવા પામ્યો છે. નોટબંધી બાદ પણ શ્રદ્ધાળુ માઈભક્તો દ્વારા સ્વાઈપ મશીનથી દાનભેટ કરી જગત જનની જગદંબાના આશીર્વાદ મેળવ્યા હતા.

આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા 25 ડિસેમ્બર, 2016નો દિવસ સુશાસન દિવસ તરીકે યથાર્થ કરવામાં આવ્યો. આ દિવસે પૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારી વાજપેયીના જન્મ દિવસને સુશાસનરૂપે ઊજવાયો છે. જેમાં ભારત સરકાર તથા ગુજરાત સરકારના કેશલેસ તથા ડિજિટલ ઈન્ડિયાના અભિગમ મુજબ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે અંબાજી મંદિરમાં કેશલેસ સુવિધાનો પ્રારંભ સ્વાઈપ મશીનથી કરવામાં આવ્યો હતો. જેમાં શ્રદ્ધાળુ દાતાઓ દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લેતાં અત્યાર સુધીમાં રૂ. વીસ લાખથી વધુનું દાન કેશલેસ પદ્ધતિથી શ્રદ્ધાળુ ભક્તજનો દ્વારા કરવામાં આવેલ છે.

ગુજરાત સરકાર તથા યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સતત યોગ્ય સહકાર અને માર્ગદર્શન મળી રહ્યું છે. તાજેતરમાં જ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત અંબાજી આર્ટ્સ કોલેજ અને બીસીએ કોલેજ પણ કેશલેસ પદ્ધતિથી શરૂ કરવામાં આવેલ છે. જે દાંતા તાલુકાની પ્રથમ શૈક્ષણિક સંસ્થા બની છે. જ્યાં કેશલેસ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. મંદિર ટ્રસ્ટ દ્વારા હાલમાં ડિજિટલ ઈન્ડિયા અને કેશલેસ પેમેન્ટ અંતર્ગત કરવામાં આવેલ કાર્યનો ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જેના ભાગરૂપે એક જ માસમાં આ સુવિધાથી વીસ લાખથી વધુનું દાન પ્રાપ્ત થયું છે.


   Ambaji pilgrimage,eternal companion.,received the blessing,cashless donations