ફોલો કરો આ ટિપ્સ, અને રાખો તમારી રોટલીઓને એકદમ સોફ્ટ

Header Banner

ફોલો કરો આ ટિપ્સ, અને રાખો તમારી રોટલીઓને એકદમ સોફ્ટ

  Thu Dec 15, 2016 16:32        Gujarati, Recipes

દરેકને રોટલીઓ નરમ અને ગરમ જ ભાવે છે. પણ દરેક સમયે રોટલીઓ ગરમ-ગરમ જ મળે એ જરૂરી નથી. પણ, જો તમે ઈચ્છો તો રોટલીઓને લાંબા સમય સુધી નરમ રાખી શકો છો. તો જાણી લો તમે પણ આજે રોટલીઓને લાંબા સમય સુધી નરમ રાખવા શું કરવુ…

1. રોટલીને શેકીને સૌથી પહેલા એને કૂલિંગ રેક એટલે કે રોટલીની જાળી પર મુકો.
2. પછી કેસરોલમાં એક મોટી સાઈઝનું સાફ પાતળું કોટન કપડું પાથરો, જેમાં રોટલીઓ આવી જાય.
3. જ્યારે બધી રોટલીઓ શેકાઈ જાય ત્યારે તેને કેસરોલમાં મુકીને તેને કપડાથી પૂરી ઢાંકી દો.
4. પછી કેસરોલનું ઢાંકણ લગાવીને બંધ કરી દો.
5. આવુ કરવાથી રોટલીઓ અને પરાંઠા 1-2 કલાક સુધી ગરમ અને નરમ રહેશે.
6. તમને જણાવી દઇએ કે, રોટલીઓને હવા લાગવાથી એ કડક થઇ જાય છે.   Follow these tips,fairly soft bread