4GB સાથે પેનાસોનિકે લોન્ચ કર્યો બજેટ સ્માર્ટફોન, જાણો કિંમત અને ફિચર

Header Banner

4GB સાથે પેનાસોનિકે લોન્ચ કર્યો બજેટ સ્માર્ટફોન, જાણો કિંમત અને ફિચર

  Thu Dec 15, 2016 16:04        Gadgets, Gujarati

જાપાનની મોબાઈલ ફોન અને અન્ય કન્ઝ્યૂમર પ્રોડક્સ બનાવનાર કંપની પૈનાસોનિકે ભારતમાં પોતની એલુગા સીરીઝ હેઠળ શાનદાર સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. કંપનીએ આને Eluga Prim મોડલના રૂપમાં લોન્ચ કર્યો છે. કંપનીએ આ મોબાઈલની કિંમત 10,290 રૂપિયા રાખી છે.

એલુગા પ્રિમની સૌથી મોટી ખાસિયત તે છે કે, આમા 4G નેટવર્ક સપોર્ટ કરે છે. જેમાં તમે રિલાયન્સ જિયો સિમ પણ વાપરી શકો છો. તે ઉપરાંત આ હેડસેટ 4G એલઈટી ઉપરાંત વોઈસ ઓવર એલઈટી પણ સપોર્ટ કરે છે. આ ડ્યુલ સિમ સ્માર્ટફોનને હાલમાં ઈન્ડિયામાં ગોલ્ડ કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે. 

પેનાસોનિક એલુગા પ્રિમમાં 5 ઈંચની ડિસ્પલે સ્ક્રિન આપવામાં આવી છે. આ મોબાઈલનું રિઝોલ્યુશન 720×1280 પિક્સલ છે. આમાં 1.2 ગીગાહટ્ઝ ક્વોડકોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. તે ઉપરાંત 3GB રેમ અને 16GB ઈન્ટરનલ મેમોરી આપવામાં આવી છે, જેને માઈક્રોએસડી કાર્ડ દ્વારા 32 જીબી સુધી વધારી શકાય છે.

પેનાસોનિક પ્રિમમાં ટ્રિપલ એલઈડી ફ્લેશ સાથે 13 મેગાપિક્સલ ઓટોફોક્સ રિયર કેમેરો આપવામાં આવ્યો છે. આમા સેલ્ફી કેમેરો 5 મેગાપિક્સલ કેમેરો આપવામાં આવ્યો છે. કંપનીએ આમાં 2500 એમએએચની બેટરી આપી છે. કંપનીના જણાવ્યા અનુસાર પેનાસોનિક એલુગા પ્રિમ સ્માર્ટફોનને હાલમાં દેશભરમાં ઓફલાઈન રિટેલ સ્ટોર દ્વારા દેશભરમાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે.


   Panasonic launches,budget smartphone ,4GB, get the price and feature